આંખના નંબર ઉતારવાની રીત – લેસિક સર્જરી
લેસિક સર્જરી એટલે શું?
લેસિકનો અર્થ છે – “લેસર અસીસ્ટેડ ઈન સીટુ કેરાટોમિલેઇયુસિસ”. આ સર્જરી દૂરના નંબર અને જોવામાં અસ્પષ્ટતા જેવી તકલીફોને દૂર કરે છે. સરળ શબ્દોમાં લેસિક સર્જરી આંખના નંબર ઉતારવામાં મદદ કરે છે. જ્યારે પ્રકાશ રેટિના પર યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત નથી થતો ત્યારે જોવામાં તકલીફ પડવા માંડે છે. લેસિક સર્જરી આપણી આંખ માં રહેલ કોર્નિયા ને આકાર આપવામાં મદદ કરે છે જેના લીધે પ્રકાશ રેટિના પર ધ્યાન કેન્દ્રિત કરી શકે અને પરિણામે દ્રષ્ટિ સ્પષ્ટ આવે છે.
આ પરિસ્થિતિમાં લેસિક સર્જરી ની જરૂરિયાત ઉભી થાય છે
નિયર સાઇટેડનેસ (માયોપિયા) –
જયારે પ્રકાશના કિરણો રેટિના પર સંપૂર્ણ રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી અને આ પરિસ્થિતિ ના લીધે દૂરની દ્રષ્ટિ ધૂંધળી લાગે છે, દૂરના નંબર આવે છે. નજીકના વસ્તુઓ જોઈ શકાય પણ દૂર ના વસ્તુઓ જોવામાં તકલીફ થાય.
ફાર સાઇટેડનેસ (હયપરમેટ્રૉપિયા) –
જ્યારે તમારી આંખની કીકી નાની હોય અથવા કોર્નિયા સપાટ હોય ત્યારે પ્રકાશ રેટિનાની પાછળ ધ્યાન કેન્દ્રિત કરે છે. આ પરિસ્થિતિમાં નજીકની વસ્તુ જોવામાં મુશ્કેલી પડે છે, નજીકના નંબર આવે છે. દૂરના વસ્તુ જોઈ શકાય પણ નજીકના વસ્તુઓ જોવામાં તકલીફ થાય.
અસ્પષ્ટતા (એસ્ટીગ્માટિઝમ ) –
જ્યારે રેટિનામાં પ્રકાશને યોગ્ય રીતે પ્રતિબિંબિત કરવામાં નિષ્ફળ જાય છે જે કોઈ પણ એક જગ્યા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું મુશ્કેલ બનાવે છે.
લેસિક સર્જરી ના ફાયદા
- લેસિક સર્જરી ના લીધે જોવામાં થતી તકલીફ સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ જાય છે.
- લેસિક સર્જરી પીડારહિત છે અને દર્દીને સર્જરી દરમિયાન કોઈ પણ પ્રકારની અગવડતા પડતી નથી.
- સર્જરી પછી દર્દીને આંખ પર કોઈપણ પ્રકારના પાટા પહેરવાની જરૂર રહેતી નથી.
- જો વધતી વય સાથે તમારી દ્રષ્ટિ બદલાય છે, તો તેને સમાયોજિત કરી શકાય છે.
- સર્જરી પછી ચશ્મા અથવા લેન્સની જરૂરિયાત નથી રહેતી.
- લેસિક સર્જરી નંબર ઉતારવા માટે ની શ્રેષ્ઠ પદ્ધતિ છે.
લેસિક સર્જરી વિશે જાણવા જેવી બાબતો
- લેસિક સર્જરી ટોપિકલ એનેસ્થેસિયા હેઠળ કરવામાં આવે છે.
- આ સર્જરી બંને આંખો પર એક સાથે કરવામાં આવે છે.
- આ પ્રક્રિયા સંપૂર્ણપણે સલામત અને પીડારહિત છે.
- સર્જરી બાદ દર્દીને હોસ્પિટલમાં રહેવાની જરૂર નથી અને સર્જરી પછી દર્દી તરત જ પોતાના ઘરે જઈ શકે છે.
લેસિક સર્જરી માટેની યોગ્યતા શું છે?
- કોઈપણ વ્યક્તિ કે જેની ઉંમર 21 અથવા તેથી વધુ છે.
- જેના આંખના નંબર ઓછા માં ઓછા છેલ્લા 6 મહિનાથી સ્થિર છે.
- જેના આંખમાં કોર્નિયાની જાડાઈ અને વળાંક સામાન્ય હોય.
- માયોપિયા – 1.00 થી – 15.00.
- એસિગ્મેટિઝમ -1.00 થી – 6.00.
- હાયપરમેટ્રોપિયા +5 ડાયોપ્ટર સુધી.
સર્જરી પેહલા ની સાવચેતીઓ
- સર્જરી ના ઓછામાં ઓછા 2 અઠવાડિયા પહેલા લેન્સ પહેરવાના બંધ કરો.
- સર્જરી ના દિવસે કોઈપણ પ્રકારના સુગંધિત અત્તર અથવા ડીઓડરન્ટ નો ઉપયોગ કરશો નહીં.
- આંખ નો મેક અપ ન કરવું અથવા સર્જરીમાં અગવડતા થાય તેવા પ્રકારની વસ્તુઓ પહેરશો નહીં.
- સર્જરી પહેલા હળવું ભોજન લો.
સર્જરી પછી લેવાની સાવચેતી
- ઓછામાં ઓછા એક અઠવાડિયા સુધી તમારા ચહેરા/આંખોને ઘસીને ધોશો નહીં.
- ધૂળ અને પ્રદૂષણ સામે રક્ષણ મેળવવા 1 અઠવાડિયા માટે રક્ષણાત્મક ચશ્મા પહેરો.
- 2 અઠવાડિયા સુધી કોઈ પણ પ્રકારના આંખના મેકઅપ નો ઉપયોગ કરશો નહીં.
લેસિક સર્જરી સાથે સંકળાયેલા જોખમો
લેસિક સર્જરી એ એક જટિલ પ્રક્રિયા છે. સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિને આ સર્જરી ના લીધે કોઈ પ્રકારની તકલીફ થતી નથી પરંતુ દુર્લભ પરિસ્થિતિમાં આ સર્જરી દ્રષ્ટિને અસર કરી શકે છે તેથી તેવા સર્જનની પસંદગી કરવી કે જેને લેસિક સર્જરી નો સારો અનુભવ હોય. લેસિક સર્જરી નંબર ઉતારવા માટે ની શ્રેષ્ઠ પદ્ધતિ છે.
લેસિક ની આડઅસરો
લેસિક સર્જરી ના આડ અસર રૂપે આ લક્ષણો ટૂંક સમય માટે જોવા મળી શકે છે
- આંખો માં ઝણઝણાટ
- રાત્રે વાહન ચલાવતા સમયે મુશ્કેલી
- ચશ્માના નંબર માં વારંવાર ફેરફાર
- આંખો માં ખંજવાળ
- પ્રકાશ પ્રત્યે સંવેદનશીલતા
- આંખો પર નાના ઉઝરડા
એમ. એમ. ચોકસી આઈ હોસ્પિટલ વડોદરામાં વર્ષ 2001 થી કાર્યરત છે. હોસ્પિટલ નો મુખ્ય ઉદેશ શ્રેષ્ઠ ટેકનોલોજી નો ઉપયોગ કરી દરેક વ્યક્તિને ગુણવત્તાયુક્ત આંખની સારવાર પૂરું પાડવાનું છે. એમ. એમ. ચોકસી આઈ હોસ્પિટલ દરેક પ્રકારની આધુનિક ટેકનોલોજીથી સજ્જ છે અને હોસ્પિટલમાં ઉપલબ્ધ અનુભવી ડોક્ટરોની ટીમ તમારા આંખો થી સંબંધિત કોઈપણ પ્રકારની સમસ્યાઓનું નિરાકરણ આપવા માટે હંમેશા ઉપલબ્ધ છે.
તમારી સુરક્ષા એ જ અમારી પ્રાથમિકતા છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હોસ્પિટલમાં કોવિડ – 19 થી બચવા માટેના સરકાર દ્વારા સૂચવેલા દરેક પ્રકારની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે.
જો તમને આંખો ને લગતી કોઈપણ પ્રકારની સમસ્યા છે તો આજે જ એમ. એમ. ચોકસી આઈ હોસ્પિટલ માં એપોઇન્ટમેન્ટ બુક કરાવો.