મેડિકલ રેટિના
મેડિકલ રેટિના એ આંખોની રેટીના ને આવરી લેતા ઘણા પ્રકારની સમસ્યાનો એક સમૂહ છે કે જેમનું નિદાન લેસર વડે થઈ શકે છે. આ પ્રકારની સારવાર માં કોઈપણ પ્રકારની વાઢકાપ કે શસ્ત્રક્રિયાની જરૂર હોતી નથી, આ પ્રક્રિયામાં ઇન્ટ્રાવાટ્રિયલ ઇન્જેક્શન લેસર ટ્રીટમેન્ટ નો ઉપયોગ કરવામાં આવે છે.
મેડિકલ રેટિનામાં નીચે જણાવેલી સમસ્યાઓ નો સમાવેશ થાય છે
ડાયાબિટીક રેટીનોપેથી
ડાયાબિટીક રેટીનોપેથી એવી સ્થિતિ છે કે જેમાં આંખની પાછળના ભાગમાં આવેલી રેટિનાની રુધિરવાહિનીઓ ક્ષતિગ્રસ્ત થઈ જાય છે. ડાયાબિટીક રેટીનોપેથી ટાઇપ 1 અને ટાઇપ 2 બંને પ્રકારના ડાયાબિટીસથી પીડાતા દર્દીઓને થઇ શકે છે. જે દર્દીમાં શુગરનું સ્તર નિયંત્રણમાં નથી રહેતું તેમનામાં ડાયાબિટીક રેટીનોપેથી થવાનું જોખમ ઘણું વધારે હોય છે. આ પરિસ્થિતિ અત્યંત જોખમી એટલા માટે છે કારણ કે, શરૂઆતમાં આ સ્થિતિના કોઈ સ્પષ્ટ સંકેત મળતા નથી અથવા દૃષ્ટિમાં બહુ નજીવો તફાવત જોવા મળે છે.
રેટિના વાહિની માં અવરોધ
જયારે આંખમાં રહેલી રેટિના વાહિની માં અવરોધ આવે છે અથવા બ્લડ પ્રેશર માં વધારો થાય ત્યારે ત્યારે દ્રષ્ટિ જોખમમાં મુકાય છે.
વધતી ઉંમરે થતી આંખની તકલીફ
વધતી ઉંમરે થતી આંખની તકલીફ 50 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં વધુ થાય છે. આ પરિસ્થિતિ અત્યંત ગંભીર છે કારણકે એક વાર દ્રષ્ટિ ગુમાવ્યા બાદ એ પાછી મેળવી શકાતી નથી. આ સ્થિતિ દરમિયાન રેટિના ના સૌથી સંવેદનશીલ કોષોને નુકસાન થાય છે જે દ્રષ્ટિ ની સમસ્યાઓનું કારણ બને છે અને રોજબરોજની પ્રવૃત્તિઓને અસર કરે છે.
મેડિકલ રેટિના માટે નું નિદાન:
ફંડોસ્કોપી:
ફંડોસ્કોપી એ આંખના ફંડસને તપાસવા માટેની પ્રક્રિયા છે જેમાં મોટા લેન્સ અને લાઇટનો ઉપયોગ કરવામાં આવે છે. આ તપાસ દ્વારા સમસ્યાનું પરીક્ષણ અને સંભવિત દ્રષ્ટિના જોખમને અટકાવવા માટે મદદ કરે છે.
ઓપ્ટિકલ કોહરન્સ ટોમોગ્રાફી :
ઓપ્ટિકલ કોહરન્સ ટોમોગ્રાફી એ ડાયગ્નોસ્ટિક મશીન છે જેનો ઉપયોગ રેટિનાની ઇમેજ બનાવવા માટે થાય છે. આ સાધન દર્દીઓમાં લક્ષણોના વિકાસ પહેલાં જ આંખની અંદર રહેલી મુશ્કેલીઓ શોધવા માટે મદદ મળે છે.
ફંડસ ફ્લોરોસિન એન્જીયોગ્રાફી:
ફંડસ ફ્લોરોસિન એન્જીયોગ્રાફી એ આંખની તપાસ છે જેમાં ખાસ પ્રકારના રસાયણો અને કેમેરાનો ઉપયોગ કરીને રેટિનામાં ઉભી થતી તકલીફ જોવામાં આવે છે.
લેસર સારવાર:
આ સારવારનો મુખ્ય ઉદ્દેશ દ્રષ્ટિ ને થતું નુકસાન રોકવાનું છે. આ પ્રક્રિયા દરમિયાન લેસર સ્ત્રોત ના મદદ થી નુકસાન કરતા ભાગને અટકાવવા માં આવે છે જેના લીધે આંખને વધુ નુકસાન ના થાય.
ઇન્ટ્રાવાટ્રિયલ ઇન્જેક્શન:
ઇન્ટ્રાવાઇટ્રિયલ ઇન્જેક્શનનો ઉપયોગ વિવિધ પ્રકારની રેટિનાની સ્થિતિ ને સુધારવા માટે કરવામાં આવે છે. આ સારવાર દરમિયાન, ઇન્ટ્રાવેટ્રિયલ ANTI VEGF ને આંખોમાં ઈન્જેક્ટ કરવામાં આવે છે. આ ઇન્જેક્શન્સ રક્ત વાહિનીઓ ને સારી રીતે કામ કરવા અને આંખમાં થયેલા સોજા ના વિકાસને ઘટાડવામાં મદદ કરે છે.
એમ. એમ. ચોકસી આઈ હોસ્પિટલ વડોદરામાં વર્ષ 2001 થી કાર્યરત છે. હોસ્પિટલ નો મુખ્ય ઉદેશ શ્રેષ્ઠ ટેકનોલોજી નો ઉપયોગ કરી દરેક વ્યક્તિને ગુણવત્તાયુક્ત આંખની સારવાર પુરી પાડવાનો છે. એમ. એમ. ચોકસી આઈ હોસ્પિટલ દરેક પ્રકારની આધુનિક ટેકનોલોજીથી સજ્જ છે અને હોસ્પિટલમાં ઉપલબ્ધ અનુભવી ડોક્ટરોની ટીમ તમારા આંખો થી સંબંધિત કોઈપણ પ્રકારની સમસ્યાઓનું નિરાકરણ આપવા માટે હંમેશા ઉપલબ્ધ છે.
તમારી સુરક્ષા એ જ અમારી પ્રાથમિકતા છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હોસ્પિટલમાં કોવિડ – 19 થી બચવા માટે સરકાર દ્વારા સૂચવેલી દરેક પ્રકારની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે.
જો તમને આંખો ને લગતી કોઈપણ પ્રકારની સમસ્યા છે તો આજે જ એમ. એમ. ચોકસી આઈ હોસ્પિટલ માં એપોઇન્ટમેન્ટ બુક કરાવો.