મોતિયાની સારવાર – ફેકો સર્જરી દ્વારા
મોતિયો શું છે?
આપણી આંખમાં રહેલા પારદર્શક લેન્સ પ્રકાશના કિરણો ને આંખના પડદા પર કેન્દ્રિત કરે છે જેના લીધે દ્રશ્ય સ્પષ્ટ દેખાય છે, જયારે લેન્સ અપારદર્શક (ધૂંધળો) બને છે ત્યારે પ્રકાશના કિરણો આંખના પડદા પર કેન્દ્રિત થઇ શકતા નથી અને પરિણામે દ્રશ્ય ધૂંધળું દેખાવા માંડે છે, આ સ્થિતિ ને મોતિયો કહેવાય છે. સામાન્ય રીતે 45-50 ની ઉંમર ઓળગ્યાં પછી આ તકલીફ નો સામનો કરવો પડતો હોય છે પણ ઘણા ખરા કેસ માં નાની ઉંમરે પણ મોતિયો આવી શકે છે
મોતિયા ના લક્ષણો કેવા પ્રકારના હોય છે?
- દ્રષ્ટિ ઝાંખી થવી
- પ્રકાશ પ્રત્યે સંવેદનશીલતા થવી
- ચલાવતા આંખો માં તકલીફ થવી
- ચશ્મા અથવા લેન્સના પ્રિસ્ક્રિપ્શનમાં વારંવાર ફેરફાર આવવો
મોતિયો થવા પાછળ કયા કારણો જવાબદાર હોઈ શકે છે?
- વધતી ઉંમર
- આંખમાં ઇજા
- દવાનો વધારે પડતો ઉપયોગ
- ડાયાબિટીસ
- ધૂમ્રપાન
મોતિયાની સારવાર (ફેકોઇમ્યુસિફિકેશન પદ્ધતિ દ્વારા)
ફેકોઇમ્યુસિફિકેશન અથવા ફેકો એ મોતિયાના ઓપરેશન માટેની એક નવી પદ્ધતિ છે જેમાં અલ્ટ્રાસોનિક મશીનના ઉપયોગ દ્વારા આંખમાંથી મોતિયા ને દૂર કરવામાં આવે છે.
ફેકોઇમ્યુસિફિકેશનના ઉપયોગથી વાદળછાયું બનેલા લેન્સને એક જુદા કૃત્રિમ લેન્સ થી બદલવામાં આવે છે. આ સર્જરી થી દર્દીની દ્રષ્ટિમાં સુધારો આવે છે અને ધૂંધળી દેખાતી વસ્તુ સ્પષ્ટ દેખાવા માંડે છે.
ફેકો સર્જરી માટેનું ઓપરેશન એકદમ ટૂંકા ગાળાનું હોય છે અને તેની માટે દર્દીને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર હોતી નથી.
આ સર્જરી નો સમય સામાન્ય રીતે 15-20 મિનિટનો હોય છે. દર્દીને હોસ્પિટલમાં સર્જરી પહેલા અને પછીનો સમય મેળવીને કુલ ફક્ત 3-4 કલાકમાં આઈ હોસ્પિટલ માંથી રજા મળી જાય છે. મોતિયાની સર્જરી દરમિયાન ડોક્ટર આંખોની આસપાસ ના વિસ્તારને સુન્ન કરવા માટે લોકલ એનેસ્થેસિયા નો ઉપયોગ કરે છે.
આ સર્જરીમાં માટે ટાંકા લેવાની જરૂર પડતી નથી અને સર્જરી પછી ના થોડા દિવસોમા પૂરેપૂરું હીલિંગ આવી જાય છે.
સર્જરી પછી ધ્યાનમાં રાખવાની બાબતો
- સર્જરી પછી ના 24 કલાક આરામ કરો.
- સર્જરી બાદ આપવામાં આવેલા આંખના ટીપા સૂચવેલ સમય સુધી નિયમિતપણે નાખો.
- તમારા માથા અને ચહેરાને સ્નાન દરમિયાન ભીના થવા થી બચાવો.
- ખાવા પીવા પર કોઈપણ પ્રકારનો પ્રતિબંધ નથી.
એમ. એમ. ચોકસી આઈ હોસ્પિટલ વડોદરામાં વર્ષ 2001 થી કાર્યરત છે. હોસ્પિટલ નો મુખ્ય ઉદેશ શ્રેષ્ઠ ટેકનોલોજી નો ઉપયોગ કરી દરેક વ્યક્તિને ગુણવત્તાયુક્ત આંખની સારવાર પુરી પાડવાનો છે. એમ. એમ. ચોકસી આઈ હોસ્પિટલ દરેક પ્રકારની આધુનિક ટેકનોલોજીથી સજ્જ છે અને હોસ્પિટલમાં ઉપલબ્ધ અનુભવી ડોક્ટરોની ટીમ તમારા આંખો થી સંબંધિત કોઈપણ પ્રકારની સમસ્યાનું નિરાકરણ આપવા માટે હંમેશા ઉપલબ્ધ છે.
તમારી સુરક્ષા એ જ અમારી પ્રાથમિકતા છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હોસ્પિટલમાં કોવિડ – 19 થી બચવા માટે સરકાર દ્વારા સૂચવેલી દરેક પ્રકારની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે.
જો તમને આંખો ને લગતી કોઈપણ પ્રકારની સમસ્યા છે તો આજે જ એમ. એમ. ચોકસી આઈ હોસ્પિટલ માં એપોઇન્ટમેન્ટ બુક કરાવો.