dry eyes
Share this through:

ડ્રાય આઈઝ (સૂકી આંખો )

જયારે કોઈ વ્યક્તિની આંખોમાં આંસૂ નથી આવતા અથવા તો આંખો માં આંસુ બનવાની પ્રક્રિયા ઓછી થઈ જાય , તો એવી પરિસ્થિતિ ને ડ્રાય આઈઝ (સૂકી આંખો ) કહેવામાં આવે છે, કારણ કે આ આંસૂ આંખોને હૂંફ અને પોષણ પ્રદાન કરે છે.

ડ્રાય આઈઝ (સૂકી આંખો ) ના લક્ષણો :

  • આંખોમાં ખજવાળ
  • આંખોમાં બળતરા
  • આંખોમાં થાક અનુભવવો
  • આંખોમાં ડંખ , બર્નિંગ અથવા રેતીવાળું લાગણી
  • રેતાળ આંખો
  • ઝાખી દ્રષ્ટિ , બેવડી દ્રષ્ટિ અથવા દ્રષ્ટિ નુકશાન
  • તેજ પ્રકાશ થી સંવેદનશીલતા
  • આંખોમાં લાલાશ
  • કોંટેક્ટ લેન્સ પહેર્યા હોય ત્યારે અસુવિધા અનુભવવી

ડ્રાય આઈઝ (સૂકી આંખો ) થવાના કારણો :

ડ્રાય આઈઝ (સૂકી આંખો ) ના ઘણા કારણો હોય શકે છે , નીચે જણાવેલા કારણો મુખ્ય છે

  • વધતી ઉંમર
  • કોઈ જાતની આંખોમાં એલર્જી
  • લાંબા સમય સુધી કોમ્પ્યુટર કે મોબાઇલ ફોન ની સ્ક્રીન પર કામ કરવું
  • લાંબા સમય ગાળાથી કોંટેક્ટ લેન્સ નો ઉપયોગ
  • પોષણની ખામીઓ (જેમ કે વિટામિન એ અથવા વિટામિન બી 12 ની ઉણપ)
  • તંબાકુ નું સેવન , ધુમ્રપાન અને દારૂ
  • અન્ય સ્થિતિઓ જેમ કે થાયરોઇડ ડિસઓર્ડર અને ડાયાબિટીસ
  • વધુ સમય સુધી ઠંડા વાતાવરણ માં રહેવાથી

ડ્રાય આઈઝ (સૂકી આંખો) ની જાળવણી / સારવાર :

મોટાભાગના વ્યક્તિઓ જે ડ્રાય આઈ થી પરેશાન હોય છે તેમને ડૉક્ટર દ્વારા જણાવેલ આંખોના ટીપાં લેવાથી આની સારવાર થઇ જાય છે . જો કોઈ વ્યક્તિ ડ્રાય આઈ ની ગંભીર પરિસ્થિતિ થી પીડાતું હોય તો તેમના માટે ડૉક્ટર દ્વારા યોગ્ય તપાસ કર્યા બાદ દવાઓ અને સર્જરી દ્વારા સારવાર નું સૂચન કરે છે.

ડ્રાય આઈઝ ના થાય તે માટેની ટિપ્સ :

  • લાંબા ગાળા સુધી કોંટેક્ટ લેન્સ પહેરવાનું ટાળો
  • જો તમે કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર કામ કરતા હોવ તો થોડા થોડા સમય ના અંતરાલ માં તમારી આંખો ને આરામ આપો , 20 થી 30 સેકન્ડ્સ સુધી આંખો ના પલકારા ની કસરત કરો
  • લાંબા સમય સુધી મોબીલે સ્ક્રીન ઉપર સમય ના વિતાવો
  • લાંબા સમય સુધી ઠંડા વાતાવરણ / એ સી માં ન રહો
  • તેજ પવન માં આંખો ને રક્ષણ આપો (ખાસ કરી ને ડ્રાઇવિંગ વખતે )
  • તમે જો કોમ્પ્યુટર પાર વધારે કામ કરતાં હોવ તો, તમારા કોમ્પ્યુટર ની સ્ક્રીન ને તમારા આંખો ના લેવલ થી નીચે રાખો . જેનાથી તમારી પાંપણો તમારા આંખ ઉપર રક્ષણ આપી શકે
  • તંબાકુ , ધુમ્રપાન , દારૂ નું સેવન છોડો
  • આંખો ના ટીપાંનો ઉપયોગ કરો

તમારી આંખોના સ્વાસ્થ્ય વિષે વધુ માહિતી મેળવવા માટે અથવા નિષ્ણાંત ડૉક્ટર દ્વારા આંખોની તકલીફ નું નિદાન અને સારવાર માટે એમ એમ ચોકસી આઈ હોસ્પિટલ નો સંપર્ક કરો

એમ.એમ.ચોક્સી આઇ હોસ્પિટલ માં, અમારી પાસે આંખના ડોકટરો અને આંખના સર્જનોની એક ટીમ છે, જે તમને આંખને લગતી સમસ્યાઓમાં માર્ગદર્શન આપવા માટે સજ્જ અને અનુભવી છે.

વધુ સ્પષ્ટતા સાથે વિશ્વ જુઓ. આજે નિમણૂક કરો.

Share this through:

Liked the post? Leave us a comment!

Your email address will not be published.

You may use these <abbr title="HyperText Markup Language">HTML</abbr> tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

*